ONGC Gujarat Recruitment 2024

Shah Darshan
0

ONGC Gujarat Recruitment 2024



ONGC Gujarat Recruitment 2024: 

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની ગુજરાત સહીત આખા ભારતમાં કુલ 2235+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.


ONGC ભરતી 2024

  • સંસ્થા :- ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
  • પદ :- વિવિધ
  • અરજી માધ્યમ :- ઓનલાઇન
  • રજીસ્ટ્રેશન કરવાની તારીખ :- 25 ઓક્ટોબર 2024


પોસ્ટનું નામ:

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા એકાઉન્ટ એક્ષેકયુટીવ, કોમ્પ્યુટર ઓપરેટર, આસિસ્ટન્ટ, ઇલેકટ્રીશ્યન, ફીટર, સર્વેયર, એન્જીનીયર, સ્ટોર કીપર સહીત અન્ય ઘણી બધી પોસ્ટ પર ભરતી ચાલી રહી છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.


ખાલી જગ્યા:

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની રિક્રુટમેન્ટ પ્રેસ રિલીઝમાં મળેલ માહિતી અનુસાર, આખા ભારતમાં કુલ 2237 ખાલી જગ્યાઓ પર ભરતી ચાલી રહી છે જેમાંથી ગુજરાતમાં કુલ ખાલી જગ્યા 502 છે. ગુજરાતમાં પસંદગી પામેલ ઉમેદવારો માટે નોકરીનું સ્થળ અમદાવાદ, અંકલેશ્વર, મહેસાણા તથા વડોદરા રહેશે.


અરજી ફી:

સરકારી કંપનીની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચુકવવાની રહેશે નહિ.


શેક્ષણિક લાયકાત:

ઓઇલ અને કુદરતી વાયુ સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જરૂરી શેક્ષણિક લાયકાત અલગ અલગ ધોરણ 10 પાસ / 12 પાસ / ITI / ડિપ્લોમા / સ્નાતક માંગવામાં આવી છે. લાયકાતની સંપૂર્ણ માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.


પસંદગી પ્રક્રિયા:

સરકારી કંપનીની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન લેખિત કસોટી તથા મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂ/પરીક્ષાની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.


વયમર્યાદા:

ગવર્નમેન્ટ કંપનીની આ ભરતીમાં વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે. સરકારી વિભાગની આ ભરતી હોવાથી આરક્ષિત ઉમેદવારોને સરકારશ્રીના નિયમો મુજબ છૂટછાટ મળી શકે છે.


પગારધોરણ:

ઓઇલ અને કુદરતી વાયુ સંસ્થાની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ તથા કંપનીના નિયમો મુજબ માસિક સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે જે તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો.


અરજી પ્રક્રિયા:

  • ગવર્નમેન્ટ ડીપાર્ટમેન્ટની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા તમારે નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • ઓએનજીસીની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઓએનજીસીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.


મહત્વની તારીખો:

  • અરજી કરવાની શરૂની તારીખ :- 04/10/2024
  • અરજી કરવાની અંત્તિમ તારીખ :- 25/10/2024


ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 04 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.






Post a Comment

0Comments
Post a Comment (0)