બેંક ઓફ બરોડા દ્વારા ભરતી 2024:
બેંક ઓફ બરોડા દ્વારા ભરતી 2024
બેંક ઓફ બરોડા દ્વારા ઓફિસ આસિસ્ટન્ટના પદ માટે ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
બેંક ઓફ બરોડા દ્વારા ભરતી 2024
- સંસ્થા :- બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન
- પોસ્ટ :- વિવિધ
- અરજી માધ્યમ :- ઓફલાઇન
- અરજી છેલ્લી તારીખ :- 07/05/2024
પોસ્ટનું નામ:
બેંક ઓફ બરોડા અંતર્ગત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન માટે ઓફિસ આસિસ્ટન્ટના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.
વયમર્યાદા:
BOBની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 22 થી 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.
- CV/resumes
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
પસંદગી પ્રક્રિયા:
BOB ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરીટના આધારે કરવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત સ્નાતક છે. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચો.
પગારધોરણ:
આ ભરતીમાં ઉમેદવારની ફાઈનલ પસંદગી બાદ તમને માસિક રૂપિયા 14000 તથા 1000 વાહનવ્યવહાર માટે આમ કુલ 15000 રૂપિયા વેતન ચુકવવામાં આવશે.
અરજી ફી:
બેંક ઓફ બરોડાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ચુકવવાની જરૂર નથી. તમામ કેટેગરીના ઉમેવારો વિનામૂલ્યે ફોર્મ સબમિટ કરાવી શકે છે.
અરજી કઈ રીતે કરવી?
આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમ જેવા કે પોસ્ટ, કુરિયરથી અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી 07 મે 2024 છે.
અરજી કરવાનું સરનામું :-
બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન BSVS, વડોદરા, ખોડિયાર નગર ચાર રસ્તા પાસે, વી.આઈ.પી રોડ, વડોદરા – 390022 છે
મહત્વની તારીખો:
- અરજી કરવાની શરૂવાતી તારીખ :- 24/04/2024
- અરજી કરવાની અંત્તિમ તારીખ :- 07/05/2024
બેંક ઓફ બરોડાની આ ભરતીની નોટિફિકેશન 24 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 24 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07 મે 2024 છે.

.png)
.png)
.png)