ગુજરાત પોલીસ ભરતી 2024
ગુજરાત પોલીસ ભરતી 2024
ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગમાં પો.સ.ઈ. કેડર અને લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ઓફિશિયલ વેબસાઈટમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે આ ભરતી માટેની જાહેરાત ક્રમાંક GPRB/202324/1 છે.
જે મિત્રો પોલીસ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ સારો મોકો છે તો આજથી જ તૈયારી શરૂ દયો અને ફોર્મ ભરી દયો. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.
- 12 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી
- પોલીસ સબ ઇન્સ્પેકટર કેડર માટે ભરતી
- લોકરક્ષક કેડર માટે ભરતી
- તારીખ 04-04-2024ને બપોરે 3 વાગ્યાથી ફોર્મ ભરવાના શરૂ
ગુજરાત પોલીસ ભરતી 2024
- પોસ્ટ ટાઈટલ :- ગુજરાત પોલીસ ભરતી 2024
- પોસ્ટ નામ :- પો.સ.ઈ. કેડર અને લોકરક્ષક કેડર
- કુલ જગ્યા :- પો.સ.ઈ. કેડર : 472
- લોકરક્ષક કેડર : 12000
- સંસ્થા :- ગુજરાત પોલીસ બોર્ડ-ગાંધીનગર
- અરજી શરૂ તારીખ :- 04-04-2024
- અરજી છેલ્લી તારીખ :- 30-04-2024
- અરજી પ્રકાર :- ઓનલાઈન
ગુજરાત પોલીસ ભરતી 2024
- સંવર્ગ : પુરૂષ : મહિલા : કુલ
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર :- 316 : 156 : 472
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ :- 4422 : 2178 : 6600
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ :- 2212 : 1090 : 3302
- જેલ સિપોઈ : 1013 : 85 : 1098
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (S.R.P.F.) :- 1000 : 0 : 1000
- કુલ :- 8963 : 3509 : 12472
શૈક્ષણિક લાયકાત
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર : ઉમેદવાર ભારતમાં અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સીટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ – 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સીટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈશે અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.
લોકરક્ષક કેડર : ધોરણ 12 પાસ – હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 15-05-2012ના ઠરાવ નં.રવભ-૧૦૨૦૧૧-યુ.ઓ.૧૯૦.કમાં જણાવ્યા મુજબ ધોરણ 12 સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઈએ.
વય મર્યાદા
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર :
લઘુત્તમ 21 વર્ષ, મહત્તમ 35 વર્ષ (તા. 30-04-1989 થી તા. 30-04-2003 સુધીમાં જન્મેલ)
લોકરક્ષક કેડર :
લઘુત્તમ 18 વર્ષ, મહત્તમ 33 વર્ષ (તા. 30-04-1991 થી તા. 30-04-2006 સુધીમાં જન્મેલ)
અનામત વર્ગના ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.
શારીરિક ધોરણો
પુરુષ ઉમેદવાર માટે
- વર્ગ :- ઉંચાઈ (સે.મી.) : છાતી (સે.મી) ફુલાવ્યા વગરની : છાતી (સે.મી) ફુલાવેલી
- મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે :- 162 : 79 : 84
- અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે :- 165 : 79 : 84
મહિલા ઉમેદવાર માટે
- વર્ગ ઉંચાઈ (સે.મી.)
- મૂળ ગુજરાતના અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે :- 150
- અનુસુચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે : 155
શારીરિક કસોટી (Physical Test (Qualifying Nature))
દોડ
- પુરૂષ :- 5000 મીટર દોડ : વધુમાં વધુ 25 મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે.
- મહિલા :- 1600 મીટર દોડ : વધુમાં વધુ 9 મિનિટ 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે.
- એક્સ સર્વિસમેન :- 2400 મીટર દોડ : વધુમાં વધુ 12 મિનિટ 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે.
પરીક્ષા ફી
જનરલ (General) કેટેગરીના ઉમેદવારોએ નીચે જણાવેલ મુજબ ફી ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જીસ ભરવાના રહેશે. (EWS, SEBC, SC, ST, EBC તથા માજી સૈનિક ઉમેદવારોએ ફી ભરવાની નથી)
અરજીનો પ્રકાર ફીની રકમ
- PSI ફ્રેમવર્ક રૂ. 100
- લોકરક્ષક ફ્રેમ રૂ. 100
- બંને (PSI+LRD) રૂ. 200
ફી ઓનલાઈન જ ભરવાની રહેશે. પોસ્ટ ઓફીસ કે બેંકમાં ચલણ કે રોકડેથી પરીક્ષા ફી ભરી શકાશે નહી.
નોંધ : તમામ ઉમેદવારો ઓફિશિયલ જાહેરાતમાં આપેલ તમામ વિગતો વિસ્તાર પૂર્વક વાંચો અને ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરવી.
ગુજરાત પોલીસ ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારો વેબસાઈટ પર જઈને ઓનલાઈન એજી કરવાની રહેશે.
ગુજરાત પોલીસ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા કઈ છે?
પો.સ.ઈ. કેડર પરીક્ષા
1st Stage : Physical Test (Qualifying Nature)
2nd Stage : Main Exam
લોકરક્ષક કેડર પરીક્ષાના ચરણો
1st Stage : Physical Test (Qualifying Nature)
2nd Stage : Objective MCQ Test
ગુજરાત પોલીસ ભરતી 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી શરૂ તારીખ : 04-04-2024 (બપોરના 15:00 કલાક)
અરજી છેલ્લી તારીખ : 30-04-2024 (રાત્રિના 23:59 કલાક)

.png)
.png)
.png)